ઘોઘંબા માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો,
. ઘોઘંબા માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં પક્ષના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે યોજાયેલા આ પદગ્રહણ સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારએ પદભાર સંભાળ્યો હતો આ પ્રસંગે કોંગ્રેસના નેતા અમીત ચાવડા ઉપસ્થિતિ રહયા હતા સમગ્ર જિલ્લાના કાર્યકરોએ નવા પ્રમુખના નેતૃત્વમાં સંગઠનને વધુ મજબૂત કરવાનો અને જનસંપર્ક વધારવાનો સંકલ્પ લીધો હતો
સમારોહ દરમિયાન અમિત ચાવડાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે પાર્ટીમાં ખાલી કાર્ડ છપાવવા કે હોદ્દો લેવા માટે નહીં પણ જે લોકોમાં મહેનત કરવાની ક્ષમતા છે જે પક્ષના સંગઠનને મજબૂત કરવા માંગે છે લોકોના પ્રશ્નો માટે લડવા માંગતા હોય તેવા લોકો પોતાના બાયોડેટા આપજો તેમને જવાબદારી સોંપવામાં આવશે સમારોહમાં પાદરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનોએ હાજરી આપીને નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.