આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું

 ગોધરામાં આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું


ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરા, અને ઇન્ડિયન મેડિકલ અસોસિએશન, (IMA) ગોધરાના સંયુક્ત ઉપક્રમે આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું 



આ કાર્યક્રમમાં ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના પ્રમુખ  રવિ હીરવાણી, બિઝનેસ હેડ ડો. નિરવ શાહ, રેડિએશન ઓન્કોલોજી વિભાગની એમડી ડો. વંદના દહિયા, તથા ન્યુક્લિયર મેડિસિન ના નિષ્ણાત ડો. રાજીવ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. IMA ગોધરાના વરિષ્ઠ ડોક્ટરોને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા 


કેન્સર સેન્ટરના ઉદ્દેશ વિશે હોસ્પિટલના પ્રમુખ  રવિ હીરવાણીએ જણાવ્યું કે, “આધુનિક સારવાર પદ્ધતિઓ, અનુભવી ડોક્ટરો અને ટેક્નોલોજીના સંયોજન દ્વારા ગોધરા અને આસપાસના વિસ્તારોના દર્દીઓને અદ્યતન કેન્સર સારવાર ઉપલબ્ધ કરાવવાનો અમારો ઉદ્દેશ છે.”


કેન્સર સેન્ટરમાં તાજેતરની રેડિએશન થેરાપી, કેમોથેરાપી, અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ હશે, જે દર્દીઓ માટે વિશ્વસ્તરીય આરોગ્ય સેવાનો અનુભવ કરાવશે.


     આ પ્રસંગે IMA ગોધરાના વરિષ્ઠ ડોક્ટરોએ ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના આ કામ ની પ્રશંસા કરી અને સ્થાનિક લોકોને હવે ઉત્તમ કેન્સર સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે તેવું જણાવ્યું.


Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.