SBI ની શાખાઓમાં કરોડો રૂપિયાનું કોભાંડ બે મેનેજર સહિત અનેક ની ધરપકડથી ખળભળાટ
દાહોદમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની બે શાખાઓમાં કરોડો રૂપિયાના લૉન કૌભાંડનો સનસનીખેજ પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં બેંકના પૂર્વ મેનેજરો સહિત 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
દાહોદ શહેરની SBIની માણેકચોક અને સ્ટેશન રોડ શાખાઓમાં નકલી દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લિપના આધારે 5.50 કરોડ રૂપિયાની લૉન આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ 2021થી 2024 દરમિયાન ચાલ્યું હતું જેમાં બેંકના નિયમોનું ઉલ્લંઘન કરીને લૉનની રકમ બિનલાયક વ્યક્તિઓને આપવામાં આવી હતી બેંકના ઑડિટ રિપોર્ટમાં આ ગેરરીતિ સામે આવતાં હાલના બ્રાન્ચ મેનેજર દીપક પવાર અને નિતિન પૂડીરે દાહોદ પોલીસમાં ફરિયાદ નોધાવી છે
આ મામલે પૂર્વ બ્રાન્ચ મેનેજર ગુરમીતસિંહ બેદી અને મનીષ ગવલે, બે એજન્ટ સંજય ડામોર અને ફઈમ શેખ સહિત કુલ 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ કૌભાંડમાં બેંકના પૂર્વ મેનેજરો અને એજન્ટોની મિલીભગતથી નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.