પંચમહાલ SOG પોલીસની તત્પરતાના પગલે અપહરણ કેસનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો

 પંચમહાલ SOG પોલીસની તત્પરતાના પગલે સુરતના કાપોદ્રા અપહરણ કેસનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો 



  સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલા એક ચકચારભર્યા અપહરણ કેસમાં પંચમહાલની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) પોલીસે ગણતરીની કલાકોમાં અપહરણકર્તાઓ અને ભોગ બનનાર બંનેને પકડી પાડીને શાનદાર કામગીરી કરી છે.

   

   SOG પોલીસ ને  વર્ધી મળી હતી કે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કાળુભાઈ  મેડા ના પુત્ર અને તેમના પુત્ર વધુનું ચિરાગ ઉર્ફે જીતુ માલીવાડ સહિત છ જેટલી વ્યક્તિઓએ પજેરો  ગાડીમાં અપહરણ કરી ગયા છે પંચમહાલ SOG પોલીસે મળેલ વર્ધી ના આધારે બેઢિયા ટોલનાકા પર વોચ ગોઠવી ચેકીંગ હાથ ધર્યું હતું જે દરમિયાન અર્ટિગા ગાડીને રોકી ચેક કરતા ગાડીમાંથી ભોગ બનનાર તથા અપહરણ કરનાર સહિત છ લોકોને પકડી પાડયા હતા આમ પંચમહાલ પોલીસે ગણતરીની કલાકોમાં અપહરણનો ગુનાનો ભેદ ઉકેલી કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યા હતા

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.