કોઈ પણ શિક્ષક નૈતિકતા ચૂકશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આવું શા માટે કહયું?
ગોધરાના BRGF ભવન ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો જેમાં આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે હાજરી આપી હતી
એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અતંર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓને જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી કુબેર ડિંડોરના હસ્તે સન્માનિત કરવામા આવ્યા હતા
નારૂકોટ શાળાના આચાર્ય એ શિક્ષિકા સાથે અભદ્ર વર્તન કર્યું હતું તે અંગે મીડિયા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો જે અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતુ કે કોઈ પણ શિક્ષક નૈતિકતા ચૂકશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે