ગોધરા શહેર દેશભક્તિના રંગે રંગાયું ભવ્ય ત્રિરંગા યાત્રામાં નગરજનોએ ભાગ લીધો

 ગોધરામાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં હજારો નાગરિકોએ ભાગ લીધો. 



ગોધરા શહેર આજે દેશભક્તિના રંગે રંગાયું હતું, જ્યાં જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ પાંજરાપોળ, વિશ્વકર્મા ચોક, પટેલવાડા, પોલણબજાર અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને રામસાગર તળાવ સુધી પહોંચી હતી. હજારો નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, NCC, પોલીસ કર્મચારીઓ 

આ યાત્રામાં સાંસદ, ધારાસભ્યો,સહિત અધિકારીઓ,પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓએ આ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો 

યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું .રસ્તાઓ પર સ્થાનિક લોકોએ પુષ્પવૃષ્ટિ કરીને યાત્રાનું સ્વાગત કર્યું હતું "હર ઘર તિરંગા - હર ઘર સ્વચ્છતા" અભિયાનના ભાગરૂપે આયોજિત આ યાત્રામાં અખંડ ભારતની એકતા અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા 

આ ભવ્ય યાત્રાએ નગરમાં દેશભક્તિનો અનોખો ઉત્સાહ જગાડ્યો હતો.ગોધરા શહેરના નાગરિકો આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનીને ગૌરવ અનુભવી રહ્યા છે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.