ગોધરામાં વોટ ચોરી મામલે કોંગ્રેસની મશાલ રેલી શહેરની શેરીઓ રોશનીથી ઝળહળી ઉઠી

 ગોધરા શહેરમાં કોંગ્રેસ પાર્ટીએ "વોટ ચોરો, ગાડી છોડો" ના નારા સાથે એક વિશાળ મશાલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી ચૂંટણીમાં કથિત મતદાન ગેરરીતિઓ અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવવા માટે યોજાઈ હતી. રેલીમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાગ લીધો હતો અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ કરી હતી 




    ગોધરા શહેરની શેરીઓ સાંજે મશાલોની રોશનીથી ઝળહળી ઉઠી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીએ "વોટ ચોરો, ગાડી છોડો" ના નારા સાથે એક મશાલ રેલીનું આયોજન કર્યું હતું આ રેલીનું નેતૃત્વ  કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારે  કર્યું હતું, જેમાં સ્થાનિક કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો રેલીનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં ગેરરીતિઓ અને ભાજપની મદદથી "વોટ ચોરી" ના કથિત આરોપોને ઉજાગર કરવાનો હતો.



કોંગ્રેસે આ રેલી દ્વારા રાહુલ ગાંધીના "વોટ ચોરી" ના આરોપોને વધુ બળ આપ્યું છે રાહુલ ગાંધીએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગતથી મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિઓ થઈ છે. ગોધરાની આ રેલીમાં પણ આ મુદ્દાને લઈને ચૂંટણી પંચની ટીકા કરવામાં આવી હતી 


આ મશાલ રેલી વિશ્વકર્મા ચોક કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈ સાથરિયા બજાર,પટેલવાડા,મકાન કૂવા થઈ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી હતી મશાલ રેલીમાં જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર,અજીતસિંહ ભાટી, અનસ આંધી, મીકી જોસેફ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.