પંચમહાલ જિલ્લામાં ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ...

 પંચમહાલ જિલ્લામાં ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી જાંબુઘોડા ખાતે કરાઈ હતી 

આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડીંડોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું 



   આઝાદીના ૭૯મા વર્ષની ઉજવણી નિમિત્તે પંચમહાલ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની જાંબુઘોડાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આદિજાતિ વિકાસ, મંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ, મંત્રી કુબેર ડીંડોરે ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને સલામી ઝીલી હતી.

            આ અવસરે પ્રાસંગિક ઉદબોધન કરતા આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોરે સમસ્ત પંચમહાલ વાસીઓને ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને ત્યારબાદ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના બલિદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જાંબુઘોડાના જંગલોમાં રહીને આઝાદીની લડતમાં ફાળો આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ રૂપસિંહ નાયક અને જોરિયા પરમેશ્વરની વીરતાને વંદન કર્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીનો આ પાવન અવસર જેમણે 'નથી જાણ્યું અમારે પંથ સી આપત ખડી છે, ખબર છે એટલી માતની હાકલ પડી છે'ના સૂત્રને સાર્થક કરી દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર વીર શહીદોના બલિદાનને યાદ કરવાનો દિવસ છે.

                          આ પ્રસંગે જિલ્લાના વિકાસકામો માટે મંત્રીના વરદ હસ્તે રૂપિયા ૨૫ લાખની રકમનો ચેક જિલ્લા કલેકટરને એનાયત કરવામાં આવ્યો હતો.

            આ વેળાએ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર વ્યક્તિઓ, અધિકારીઓ અને કર્મચારીઓને મંત્રીના હસ્તે પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

             

           આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, સહિત ધારાસભ્યો અને  જિલ્લા તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ, શાળાઓના બાળકો  શિક્ષકો અને  નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.