આરોગ્યમય સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઓરવાડા ખાતે ડૉ. રક્ષિત શાહ દ્વારા આંતરડાની આસપાસ ચરબીની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું
આરોગ્યમય સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઓરવાડા ખાતે ડૉ. રક્ષિત શાહ દ્વારા આંતરડાની આસપાસ ચરબીની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું
વડોદરાના જાણીતા ઓન્કોલોજી સર્જન ડૉ. રક્ષિત શાહે તાજેતરમાં એક જટિલ શસ્ત્રક્રિયા કરીને દર્દીના પેટની અંદર આંતરડાની આસપાસ રહેલી ચરબીની ગાંઠ (લિપોમા) ને સફળતાપૂર્વક દૂર કરી છે. આ ઓપરેશનની સફળતાએ દર્દીને માત્ર રાહત જ નથી આપી, પરંતુ તબીબી ક્ષેત્રે ડૉ. શાહની નિપુણતાને પણ ઉજાગર કરી છે.
ડૉ. રક્ષિત શાહ, જે ઓરવાડા આરોગ્યમય કેન્સર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે, તેમણે આ ઓપરેશન દરમિયાન અદ્યતન લેપ્રોસ્કોપિક ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. આ ટેકનિકનો ઉપયોગ કરીને નાના ચીરા દ્વારા ગાંઠને દૂર કરવામાં આવી, જેના કારણે દર્દીને ઓછું દર્દ અને ઝડપી રિકવરીનો લાભ મળ્યો. ઓપરેશન પછી દર્દીની સ્થિતિ સ્થિર છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે.