ગોધરા ખાતે મંત્રી કુબેર ડિંડોરના હસ્તે નવીન બસનું પ્રસ્થાન કરાયું ૧૩૫ જેટલી બસો મારફતે નવીન રૂટો શરૂ કરાશે
ગોધરા ખાતે આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે નવીન બસનું લોકાર્પણ કરાયું
વાઘજીપુર થી ગાંધીનગરના રૂટ માટે નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ
. પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી કુબેર ડીંડોરના હસ્તે ગોધરા બસ સ્ટેન્ડ ખાતે નવીન બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય સી.કે.રાઉલજી અને અન્ય મહાનુભાવો દ્વારા વાઘજીપુર થી ગાંધીનગરના રૂટ પર નવીન બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
ગોધરા ડિવિઝનમાં ૩ જિલ્લામાં કુલ ૧૩૫ જેટલી નવીન બસો ફાળવવામાં આવી છે અને નવીન રૂટો પણ શરૂ કરવામાં આવશે. આગામી સમયમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મીની બસો ટ્રાઈબલ વિસ્તારો માટે શરૂ કરાશે તેવું મંત્રીએ જણાવ્યું હતું
આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા અગ્રણી મયંક દેસાઈ અને ગોધરા નગરપાલિકા પ્રમુખ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.