ગોધરામાં ગણેશ વિસર્જનને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અનેક મુદ્દાઓ બાબતે મનાઈ ફરમાવવામાં આવી..
પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગણેશ મહોત્સવ 2025ની ઉજવણી અંગે નિર્ણાયક બાબતો જાહેર કરવામાં આવી
જિલ્લા મેજિસ્ટ્રેટે ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે વિવિધ નિર્ણાયક બાબતો જાહેર કરી છે.
આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટ, ના રોજ ઉજવાશે, અને આ ઉત્સવ 5 દિવસ સુધી ચાલશે જે અંતર્ગત
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી સંદર્ભે વિવિધ નિર્ણયાત્મક બાબતો જાહેર કરવામાં આવી છે.
ગોધરા શહેરમાં દર વર્ષની જેમ ગણેશ મહોત્સવ ની ઉજવણીની સમય મર્યાદા પાંચ દિવસની રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે. જેમાં ગણપતિની મૂર્તિની સ્થાપના ૨૭ ઓગસ્ટના રોજ કરવામાં આવશે અને ઉત્સવ દરમિયાન પૂજા અર્ચના તેમજ નકકી કરેલ સ્થળોએ વિસર્જન કરવામાં આવશે. જે અન્વયે શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવ ખાતે વિસર્જનની તારીખ ૦૧ સપ્ટેમ્બર ને સોમવારની નિયત કરાઈ છે.
સમગ્ર ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ ની કચેરી ખાતેથી જરૂરી જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.
ગણપતિની મૂર્તિનું વિર્સજન કરતી વખતે મૂર્તિ પરના શણગાર વગેરે દૂર કર્યા વિના મૂર્તિને વિસર્જીત કરવા પર મનાઈ કરવામાં આવી છે,
વિસર્જન વેળાએ ગણપતિની મૂર્તીની બેઠક સહિતની મહત્તમ ઊંચાઈ જમીનથી ૧૫ ફૂટ કરતા વધારે રાખવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
ડી.જે સીસ્ટમમાં દસથી વધુ સ્પીકર રાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,
કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ધૂંધળા થઈ જતા હોવાથી તેનો મૂળ હેતુ જળવાતો ન હોવાના કારણે તમામ પ્રકારની ડિસ્કો/શાર્પી લાઈટસના વપરાશ ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.