ગોધરા ખાતે સિંધી સમાજ દ્વારા ખોખરા સેવન્થ ડે સ્કૂલમાં વિધાર્થીની હત્યા મુદ્દે આવેદન પાઠવ્યું
અમદાવાદ મણિનગર સેવન્થ ડે સ્કુલ માં વિદ્યાર્થીની હત્યા મુદ્દે ગોધરા ખાતે સિંધી સમાજ અને હિંદુ સમાજ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
અમદાવાદના મણિનગર વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતાણીની નિર્દય હત્યા મામલે ગોધરા ખાતે સિંધી સમાજના અગ્રણીઓ સિંધી સમાજ, ભારતીય સિંધુ સભા તથા હિંદુ સમાજ તેમજ વિવિધ હિન્દુ સંગઠન ના કાર્યકરો
કલેકટર કચેરી બહાર
મોટી સંખ્યામાં
એકત્રિત થઈ ભારે સુત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચી
હત્યારા આરોપીને કડક સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓની પુનરાવર્તન ન થાય અને સમાજમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તેવી માંગ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું