ગોધરા સિટી ટ્રાફિક પોલીસ અને ઈકબાલ યુનિયન હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ
ગોધરા સિટી ટ્રાફિક પોલીસ અને ઈકબાલ યુનિયન હાઈસ્કૂલ દ્વારા ટ્રાફિક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ
ગોધરા શહેરમાં, જ્યાં ટ્રાફિક નિયમોનું પાલન અને માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો. ગોધરા સિટી ટ્રાફિક પોલીસ અને ઈકબાલ યુનિયન હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતિ અભિયાન હેઠળ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
ગોધરા શહેરની શેરીઓમાં આજે ટ્રાફિક જાગૃતિનો સંદેશ ગુંજી ઉઠ્યો. ઈકબાલ યુનિયન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ગોધરા સિટી ટ્રાફિક પોલીસની ટીમે મળીને આ રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટ્રાફિક પોલીસના જવાનો સામેલ થયા હતા.
રેલી દરમિયાન, વિદ્યાર્થીઓએ "હેલ્મેટ પહેરો, જીવન બચાવો", "ટ્રાફિક નિયમોનું પાલન કરો, અકસ્માત ટાળો" અને "સ્પીડ નહીં, સલામતી જરૂરી" જેવા સ્લોગન્સ લખેલા બેનર્સ અને પ્લેકાર્ડ્સ લઈને શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા. આ રેલી શહેરના સરદાર નગરખંડથી શરૂ થઈ સાથરિયા બજાર પટેલવાડા પોલણબજાર થઈ સાત નંબર ચોકી ખાતે સમાપ્ત થઈ.
આ રેલીનો ઉદ્દેશ્ય માત્ર નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરવાનો જ નહીં, પરંતુ ખાસ કરીને યુવાનોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.