ગોધરાની મેસરી નદી બે કાંઠે અનેક ઘરોમાં પાણી ભરાયાં લોકોમાં ચિંતાનું મોજું ફેલાયું
ગોધરામાં ભારે વરસાદના કારણે મેસરી નદી બે કાંઠે વહેવા લાગી છે, જેના પરિણામે નદીના કિનારે આવેલા ઘરોમાં પાણી ઘૂસ્યા સ્થાનિક રહિશોમા ચિંતાનું મોજું ફેલાવ્યું
ગોધરા સહિત સમગ્ર અનચમહાલ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદીમાં પાણીની આવક ખૂબ જ વધી ગઈ છે. આસપાસના વિસ્તારોમાં સતત વરસાદે નદીનું જળસ્તર ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે, જેના કારણે નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, જેનાથી અનેક ઘરો અને દુકાનોને નુકસાન થયું છે. અનેક વાહનો પાણી ગરકાવ થઈ ગયા છે
SDM, ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કર્યું હતું લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, અને નદીના પટમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે. નદીના કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે જવા માટે સૂચના આપવામાં આવી છે.