રાહુલ ગાંધીએ ફોડ્યો એટમ બોમ્બ ચૂંટણી પંચ અને ભાજપા ચોંકી ઉઠી..
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં મોટા પાયે વોટ ચોરી થઈ છે, જેના કારણે ભાજપને ફાયદો થયો અને કોંગ્રેસની આગેવાનીવાળા ગઠબંધનને નુકસાન થયું. આ મુદ્દાની વિગતો આપતા રાહુલ ગાંધીએ શું કહ્યું સાંભળીયે
આ વિવાદે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂ પણ રાહુલના સમર્થનમાં આવ્યા છે, જેમણે ચૂંટણી પંચને તાત્કાલિક તપાસની માગ કરી છે. બીજી તરફ, ભાજપે આ આરોપોને “જનાદેશનું અપમાન” ગણાવ્યું છે. આગામી દિવસોમાં આ મુદ્દો કયો વળાંક લેશે, તેના પર દેશભરની નજર રહેશે.