પંચમહાલ પોલીસે શિમલા મરચાની આડમાં પોષડોડની હેરાફેરીનો કર્યો પર્દાફાસ્ત..
પંચમહાલ પોલીસે શિમલા મરચાની આડમાં પોષડોડા ભરી જતા પિકઅપ બોલેરોને ઝડપી પાડી
SOG પોલીસને મળેલ બાતમીના આધારે અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી પોષડોડા ભરીને લઈ જતા બે શખ્સોને ઝડપી પાડ્યા
પંચમહાલ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે એક પિકઅપ વાહનમાં ગેરકાયદેસર રીતે પોષડોડા (અફીણના દાણા) ની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે ગોધરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને અમદાવાદ ઇન્દોર હાઈવે પર એક પિકઅપ વાહનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને વાહનમાંથી મરચાની બોરીઓ મળી આવી હતી, બોરીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, તેમાંથી મોટી માત્રામાં પોષડોડા ભરેલા હોવાનું બહાર આવ્યું હતું.
આ ઘટનામાં સંડોવાયેલા બે શખ્સોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. ઝડપાયેલા શખ્સો સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે