હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
હાલોલ ખાતે રાજ્યપાલ ના અધ્યક્ષસ્થાને ગુજરાતભરમાં થઈ રહેલી કૃષિ સંદર્ભે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે રાજ્યભરમાં થઈ રહેલી કામગીરી અને પરિસ્થિતિની સમીક્ષા કરવા તથા તેનો વ્યાપ વધારવા અર્થે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે
તેનો વ્યાપ વધારવો એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે
આ મિશનને સફળ બનાવવું સમયની માંગ છે
પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પર્યાવરણની ગુણવત્તા સુધરે છે, જન આરોગ્ય વધુ સારું બને છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરીને પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય 'મિશન' બનાવી દીધું છે, જેનુ નેતૃત્વ ગુજરાતે કરવાનું છે
રાજ્ય કક્ષાની સમીક્ષા બેઠકમાં રાજ્ય અને જિલ્લાના કૃષિ સંલગ્ન વિભાગો, યુનિવર્સિટીઓ અને સંસ્થાનોના વરિષ્ઠ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા