ગોધરા ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ
ગોધરા ખાતે સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામા આવી
૦૬ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ વિશેષ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર હોઇ તે અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં ૦૬ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામા આવી હતી.
સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કુલ,ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયા ની અધ્યક્ષતામાં સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી
સંસ્કૃત સપ્તાહની ત્રિદિવસીય ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા, બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિન અને ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરવામાં આવશે. જેનો હેતુ બાળકો અને યુવાનોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ વધારવાનો છે.