મોરા ખાતે વિશ્વ આદિવાસી દિવસના અવસરે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું
મોરા ખાતે વિશ્વ આદિવાસી દિવસના અવસરે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું
આદિવાસી સમુદાયની સંસ્કૃતિ, પરંપરા અને યોગદાનને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી યુવાનો અને મહિલાઓએ રંગબેરંગી વેશભૂષા ધારણ કરી રેલી યોજી હતી, જેમાં ગામીત, ભીલ અને અન્ય આદિવાસી નૃત્યોની રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે આદિવાસી વિદ્યાર્થીઓ અને સમાજના અગ્રણીઓને તેમના શૈક્ષણિક અને સામાજિક યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા વિવિધ સરકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આશિષ કુમાર, આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર ધારાસભ્ય નિમિષા બેન સુથાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.