પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ડૉ.હરેશ દુધાતે પદભાર સંભાળ્યો
પંચમહાલ જિલ્લામાં નવા પોલીસ અધિક્ષક તરીકે ડૉ. હરેશ દુધાતે પદભાર સંભાળ્યો જિલ્લા પોલીસ દળે તેમનું ભવ્ય સ્વાગત કર્યું.
પંચમહાલ જિલ્લાના નવા પોલીસ અધિક્ષક તરીકે ડૉ. હરેશ દુધાતે આજે તેમનો ચાર્જ સંભાળ્યો છે. ગોધરા ખાતે આવેલી જિલ્લા પોલીસ કચેરીમાં તેમનું પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ફૂલહાર અને શુભેચ્છાઓ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડૉ. હરેશ દુધાત, જે એક અનુભવી અને કડક પોલીસ અધિકારી તરીકે જાણીતા છે, તેમણે આ પ્રસંગે પોલીસ દળ અને જનતા સાથે મળીને જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે