ગોધરાના વાવડી બુઝર્ગ ના વૈજનાથ સોસાયટીના મકાનમાં ચાલતા જુગારધામ પર LCB નો દરોડો

 ગોધરામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે. ગોધરા LCB પોલીસે  એક મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે, ગોધરા શહેરના એક જુગારધામ પર દરોડો પાડીને 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે.




LCB ની ટીમે ગોધરાના વાવડી બુઝર્ગ ના વૈજનાથ સોસાયટી માં એક બંધ મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે રોકડ રૂપિયા, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી સહિત ૧૪૦૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા જુગારીઓમાંથી મોટાભાગના સ્થાનિક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ ઘટના અંગે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.