ગોધરામાં પોલીસની ફ્લેગ માર્ચ પંચમહાલ,દાહોદ,મહીસાગરના SP સહિત પોલીસ કાફલો તૈનાત

 ગોધરા રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં પોલીસની  સુરક્ષા દળો સાથે ગણેશ વિસર્જનના રૂટનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યુ 


 શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી 



   ગોધરામાં ગણેશ ચતુર્થીના પર્વની પૂર્ણાહુતિ ગણપતિ વિસર્જન સાથે થવાની છે. આ પ્રસંગે ગોધરા શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસ પ્રશાસને કડક તૈયારીઓ કરી લીધી છે. અડધું શહેર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે અને શાંતિપૂર્ણ વિસર્જન માટે વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રાઓ અને ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને, પોલીસે શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. આ ફ્લેગ માર્ચનો હેતુ લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાવવા ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. પોલીસે શહેરના ચોક્કસ વિસ્તારોમાં નાકાબંધી કરી છે અને CCTV કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.


ફ્લેગ માર્ચ માં રેન્જ આઇ જી આર વી અસારી,કલેક્ટર અજય દહિયા પંચમહાલ, મહીસાગર,દાહોદ જિલ્લાના SP DYSP સહિત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.