પાવાગઢ ખાતે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપ વે તૂટી પડતા 6 લોકોના કરૂણ મોત..

 આજના સૌથી મોટા સમાચાર પાવાગઢમાંથી આવી રહ્યા છે, પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6 લોકોનાં કરૂણ મોત થયાં છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. 



પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે મહાકાળી મંદિરના નિર્માણ કાર્ય માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપ-વે આજે અચાનક તૂટી પડ્યો હતો. આ રોપ-વેનો ઉપયોગ માંચીથી નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રી પહોંચાડવા માટે થતો હતો. દુર્ઘટના સમયે રોપ-વે પર બે લિફ્ટ ઓપરેટરો, બે શ્રમિકો અને અન્ય બે વ્યક્તિઓ હાજર હતા, જેઓ આ અકસ્માતનો ભોગ બન્યા.


એન્કર: આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું હતું. મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરાઈ છે.


Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.