ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં લોકટોળા નો મામલો 88 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ 17 પકડાયા..
ગોધરામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ગેરસમજને લઈ લોકટોળા ઉમટ્યા નો મામલો 88 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ 17 આરોપીની કરાઈ ધરપકડ બાકીનાને પકડવા 10 ટીમો કાર્યરત કરવામાં આવી
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગઈ કાલે ગેરસમજને લઈ બી ડિવિઝન પોલીસ મથકે લોકટોળા ઉમટી પડ્યાનો મામલો સામે આવ્યો હતો પોલીસ મથકે લોકટોળા ઉમટી પડતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી જેથી ટોળું વિખેરાય ગયું હતું પોલીસે 88 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે જેમાંથી 17 આરોપીની ધરપકડ કરવામાં આવી છે બાકીનાને પકડવા માટે જુદી જુદી પોલીસની 10 ટીમો કાર્યરત કરવામાં આવી છે હાલ પરિસ્થિતિ સામાન્ય છે બધું રાબેતા મુજબ ચાલી રહ્યું છે કોઈએ ખોટી અફવાઓમાં આવવાની જરૂર નથી અને ગેરમાર્ગે દોરવાની જરૂર નથી તેમ જિલ્લા પોલીસ વડા ડો હરેશ દુધાતે જણાવ્યું હતું