ગોધરામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનો ૮મો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો

 ગોધરામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનો ૮મો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો



 ગોધરાના બી.આર.જી.એફ. ભવન ખાતે કાદિર પીરઝાદા ની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આયોજિત ૮મા વાર્ષિક ઈનામ વિતરણ સમારોહમાં વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા .૮મો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહમાં રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાજિક સેવકોની ભારે ભીડ જોવા મળી હતી. આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો છે. મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજનું મુખ્ય ધ્યેય મુસ્લિમ યુવા વર્ગને શિક્ષણ અને સેવાના માર્ગે આગળ વધારવાનું છે. સમારોહમાં ૬૦ ઉપરાંત વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે."  


આ સમારોહમાં રેન્જ આઇ જી આર વી અસારી,એસ પી ડૉ.હરેશ દુધાત,નગર પ્રમુખ જયેશ ચૌહાણ,મુફ્તી અમીન કલા સહિત રાજ્ય અને જિલ્લાના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.