ગોધરામાં શૌચક્રિયા કરતી શ્રમિક મહિલા પર સ્થાનિક મહિલાએ ગળે ટુંપો દઈ હુમલાનો કર્યો હોવાનો બનાવ
ગોધરામાં શૌચક્રિયા કરતી શ્રમિક મહિલા પર હુમલાનો બનાવ મહિલાને ગળે ટુંપો દીધો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ગોધરાના તિરગરવાસ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે આર સી સી રોડનું કામ કરતી દાહોદની આદિવાસી શ્રમિક મહિલા પર સ્થાનિક મહિલાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે શ્રમિક મહિલાને ચાર માસનો ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે
કિંજલબેન નિનામા નામની મહિલા ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા કરતી હતી ત્યારે સ્થાનિક રહીશ ટીનાબેન મિસ્ત્રીએ તેમના પર હુમલો કર્યો હતો .
ટીનાબેને કિંજલબેનને ગળામાં ઓઢણી વીંટાળીને મારમારી હોવાનો આક્ષેપ ઘટના સ્થળે હાજર લોકોએ કર્યો હતો હતી આજુબાજુના લોકો દોડી આવ્યાં હતા અને આ મહિલાને છોડાવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી છે.