પંચમહાલ કલેકટરની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું

 ગોધરા ખાતે જિલ્લા કલેકટર  અજય દહિયાની અધ્યક્ષસ્થામાં  જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો


 જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં  ૦૯ અરજદારોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરાયું



 રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે.        

    જે અન્વયે પંચમહાલ જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષસ્થામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે સપ્ટેમ્બર માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો        

         આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોની વિવિધ વિભાગોને સંલગ્ન રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી જિલ્લા કલેકટરએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના - માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કુલ ૦૯ અરજદારોના વિવિધ બાબતો અંગેના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.  

     આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી  ડી.એમ.દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટર  જે.જે.પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા જિલ્લાના અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.