પંચમહાલમાં મેગા રોજગાર ભરતી મેળો યોજાયો ૨૬૪ ઉમેદવારોની પસંદગી કરાઈ..

 પંચમહાલના મોરવા(હ)માં ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને  સાંસદ ડૉ.જસવંતસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં મેગા રોજગાર ભરતી મેળો યોજાયો

 ભરતી મેળામાં નોકરીદાતાઓ દ્વારા ઇન્ટરવ્યૂના માધ્યમથી  ૨૬૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ



              આ મેગા ભરતી મેળામાં પંચમહાલ, વડોદરા અને અમદાવાદ જિલ્લાની ૩૦થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો.  ૧૫૦૦થી વધુ ટેકનિકલ અને નોન-ટેકનિકલ વિભાગની ખાલી જગ્યાઓ ભરવા માટે ઇન્ટરવ્યૂ યોજાયા હતા. ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ સમક્ષ આ ભરતીમેળામાં ધોરણ ૮ પાસ થી લઈને ધોરણ ૧૨ પાસ સુધીના, તેમજ આઈ.ટી.આઈ, ડીપ્લોમા અને ગ્રેજ્યુએટની લાયકાત ધરાવનાર ૬૦૦થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના માધ્યમથી કુલ ૨૬૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

          ભરતી મેળામાં પંચમહાલ જિલ્લાના મુખ્ય નોકરીદાતાઓમાં હાલોલની હીરો મોટો કોર્પ, જે.એસ.ડબલ્યુ એમ.જી મોટર ઈન્ડિયા પ્રા.લી, જેસીબી ઈન્ડસ્ટ્રીઝ, ઉપરાંત, ગોધરાની જય જલારામ બ્રિક્સ, આર.બી કાર્સ, પ્રેસિડેન્ટ ગ્રુપ,  સહિતની કંપનીઓ ઉપસ્થિત રહી હતી.

            આ ભરતી મેળામાં ઉપસ્થિત  સાંસદ ડૉ.જસવંતસિંહ પરમારે  યુવાનોને રોજગારલક્ષી માર્ગદર્શન અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી થવા યુવાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

        

            આ પ્રસંગે મોરવા હડફ તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિકાબેન બારીયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તાલુકા અધિકારી - કમૅચારીઓ સહિત ૩૦ થી વધુ નોકરીદાતા કંપનીઓના પ્રતિનિધિ તેમજ મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહ્યા હતા.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.