પંચમહાલ પોલીસે ઓપરેશન મુસ્કાન હેઠળ મોટી સફળતા મેળવી ગુમ અપહરણ થયેલા બાળકો શોધી કાઢ્યા
પંચમહાલ પોલીસે ઓપરેશન મુસ્કાન હેઠળ મોટી સફળતા હાંસલ કરી છે પોલીસે અપહરણ ગુમ થયેલા 12 બાળકોને શોધી કાઢ્યા છે
ગુજરાત પોલીસના 'ઓપરેશન મુસ્કાન' અંતર્ગત પંચમહાલ જિલ્લાની પોલીસે અપહરણ કરાયેલા 12 બાળકોને સફળતાપૂર્વક શોધી કાઢ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસની વિશેષ ટીમોની મહેનત અને તપાસની કડકાઈએ આ બાળકોને તેમના પરિવારો સાથે પુનઃ જોડી દીધા છે.
પંચમહાલ જિલ્લામાં રેન્જ આઇ જી આર વી અસારી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ઓપરેશન મુસ્કાન અંતર્ગત અપહરણ ગુમ થયેલા બાળકોને શોધી કાઢવા અંગે 13 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર દરમિયાન એક સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ હતુ
જે અંતર્ગત SP ડૉ હરેશ દુધાત દ્વારા અપહરણ ગુમ થયેલા બાળકોની હકીકત મેળવી પરિણામ લક્ષી કામગીરી કરવા જણાવેલ હતું જે અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસને 12 અપહરણ ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં સફળતા મળી હતી
આમ ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવતા 'ઓપરેશન મુસ્કાન'ના ભાગરૂપે પંચમહાલ જિલ્લાની પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે.