ગોધરામાં આદિવાસીઓના અધિકારોની માંગને લઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું...

 ગોધરામાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી નિમિતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું 



પંચમહાલ ગોધરામાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસના પર્વ નિમિતે આદિવાસીઓના અધિકાર માટે આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું  જેમાં  આદિવાસી સમુદાયોના અધિકારો, તેમની સંસ્કૃતિ અને જમીન-જંગલના અધિકારો પર ભાર મૂકવામાં આવ્યો હતો 

 

 વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીમાં આદિવાસી સમાજના વિવિધ સંગઠનોના કાર્યકરો અને સદસ્યો અહીં એકઠા થયા હતા. તેઓએ રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને એક વિગતવાર આવેદનપત્ર સોંપ્યું હતું. આ આવેદનપત્રમાં આદિવાસી સમુદાયના અધિકારોના રક્ષણ, જમીન અને જંગલના અધિકારો, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ વધારવા અને તેમની સંસ્કૃતિના જતન માટેની માંગો ઉઠાવવામાં આવી છે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.