ગોધરામાં નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે પોલીસ વડા ડૉ હરેશ દુધાત..
ગોધરામાં નવરાત્રીના તહેવારને લઈ એસ પી હરેશ દુધાતનું મહત્વનું નિવેદન નવરાત્રીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે
પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.હરેશ દુધાત દ્વારા ગોધરાવાસીઓને મહત્વનો સંદેશ આપવામાં આવ્યો છે શહેરીજનોને નવરાત્રીની શુભેચ્છા પાઠવવામાં આવી છે નવરાત્રીના તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે કોઈએ ખોટી અફવાઓમાં આવવાની જરૂર નથી એસ આર પી અને પોલીસ ફોર્સ પૂરતા પ્રમાણમાં તૈનાત છે મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં તૈનાત કરવામાં આવી છે બધા તહેવારની જેમ નવરાત્રીની ઉજવણી પણ ધામધૂમથી કરવામાં આવશે.