ગોધરા વડોદરા હાઈવે પર કાર ચાલકને નડ્યો અકસ્માત ચાર લોકો થયા ઇજાગ્રસ્ત..
ગોધરા-વડોદરા હાઈવે પર એક ગંભીર કાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ગોધરા-વડોદરા હાઈવે પર CNG પંપ આગળ એક ઝડપી કારને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, એક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો કાર ઝાડ સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે લોકોને સામાન્ય ઇજા થઈ હતી અને અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા