હડફ અને પાનમ ડેમ છલોછલ ભરાયા ડેમના આવા આકાશી દૃશ્યો અને પ્રાકૃતિક સૌંદર્યનો નજારો તમે ક્યારેય નહીં જોયો હોય

 આ દૃશ્યો છે પંચમહાલની જીવાદોરી સમાન પાનમ ડેમના પાનમ ડેમનો આહ્લાદક નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો હતો 



પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં વરસાદને કારણે જીલ્લામા આવેલા જળાશયોમા પાણીની ભારે આવક થઈ છે.ત્યારે પાનમ ડેમ અને હડફડેમના ડ્રોન નજારો જોવા મળ્યો હતો. આહલાદક  દ્રશ્યોથી પાનમ ડેમ  અને હડફ ડેમ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. 

સતત વરસી રહેલા વરસાદના પગલે પાનમ ડેમ અને હડફ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે જેના કારણે પાનમ ડેમ અને હડફ ડેમના  દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યુ છે પાણીના આકાશી દ્રશ્ય ડ્રોન કેમેરા કેદ થયા હતા. પાનમડેમ અને હડફ ડેમની આસપાસ પણ સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ હતુ. પ્રવાસીઓ ડેમ અને પ્રાકૃતિક સૌદર્યનો નઝારો માણતા નજરે પડતા હતા. 

પંચમહાલ  જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમ અને હડફ ડેમ આવેલા છે.પાનમડેમ મહિસાગર જીલ્લાના લુણાવાડા સંતરામપુર અને પંચમહાલના શહેરા તાલુકાની ત્રિભેટે આવેલો છે.  મોરવા હડફ તાલુકામા આવેલો હડફ ડેમ  ઉપરવાસમા પડેલા વરસાદને કારણે પાનમડેમ અને હડફ ડેમ સંપુર્ણ છલોછલ ભરાય ગયા હતા. આ બંને ડેમનો આકાશી નજારો ડ્રોનમા કેદ થયો હતો

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.