ગોધરામાં રખડતા શ્વાનની આંતક અનેક લોકો પર હુમલો લોકોમાં રોષ સાથે ભયનો માહોલ..
ગોધરા શહેર માં રખડતા શ્વાન નો આંતક રખડતા શ્વાને બાળક મહિલાઓ સહિત 7 જેટલા રાહદારીઓ પર હુમલો કરી ઇજા પહોંચાડતા સ્થાનિક લોકોમાં રોષ સાથે ભયનો માહોલ
ગોધરામાં ગત મોડી રાત્રે એક પછી એક 7 થી 8 જેટલા રાહદારીઓ પર રખડતા શ્વાને હુમલો કરી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા
સાતપુલ કેપ્સ્યુલ વિસ્તારમાં રખડતા શ્વાને બાળક મહિલાઓ સહિત 7 જેટલા રાહદારી ઉપર હુમલો કરી હાથ અને પગના ભાગે ઇજા પહોંચાડી હતી
શ્વાનના હુમલાનો ભોગ બનેલા તમામ લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
છેલ્લા કેટલાક સમયથી ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. આ પહેલા પણ શ્વાન દ્વારા હુમલાના ઘણા બનાવો સામે આવી ચુક્યા છે. રખડતા શ્વાનના વધતા હુમલાને કારણે સ્થાનિક લોકોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે
તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી લોક માગ ઉઠવા પામી છે.