ગોધરાના ધારાશાસ્ત્રી અને સામાજિક કાર્યકર રમજાની જુજારા દ્વારા મેસરી નદીના કોઝ વે પર ગ્રિલ નાખવાની માંગ..

 ગોધરાના ધારાશાસ્ત્રી અને સામાજિક કાર્યકર રમજાની જુજારા દ્વારા મેસરી નદીના કોઝવે પર ગ્રિલ નાખવાની માંગણી કરવામાં આવી 



 પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદીના કોઝવે પર સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે. સ્થાનિક સામાજિક કાર્યકરોએ આ કોઝવે પર ગ્રિલ નાખવાની માંગ ઉઠાવી છે, જેથી વરસાદ દરમિયાન અકસ્માતો ટાળી શકાય. 


ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં આવેલા મેસરી નદીના કોઝવે પર ચોમાસા દરમિયાન પાણીનો ધસમસતો પ્રવાહ અનેક વખત ખતરનાક સાબિત થયો છે. તાજેતરમાં ભારે વરસાદને કારણે આ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે અને એક બાઇક ચાલક ફસાઈ ગયો હતો, જેને સ્થાનિકોએ મહામહેનતે બચાવ્યો હતો.



આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, સ્થાનિક સામાજિક કાર્યકર ધારાશાસ્ત્રી રમજાની જુજારાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મેસરી નદીના કોઝવે પર ગ્રિલ નાખવાની માંગ કરી છે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.