મહીસાગરમાં ભૂસ્ખલનની ઘટના બની એક કાર ખીણમાં ખાબકી..
મહીસાગર જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સંતરામપુરના માનગઢ રોડ પર ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેના કારણે રસ્તો જમીનદોસ્ત થયો છે અને એક કાર ખીણમાં ગરકાવ થઈ છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર નજીક ભમરીથી માનગઢ જતા રસ્તા પર સતત વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું. આ ઘટનામાં રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો, અને ડુંગર પરથી માટી અને પથ્થરો ધસી આવ્યા હતા, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ દરમિયાન એક કાર આ રસ્તે પસાર થતી હતી, જે ભૂસ્ખલનના કારણે કાટમાળ સાથે ખીણમાં ખાબકી હતી.
ઘટનાની જાણ થતાં જ સંતરામપુર મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. કારમાં સવાર લોકો સહી સલામત છે સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી, બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્થાનિક વહીવટી તંત્રે આ રસ્તો હાલ બંધ કરી દીધો છે, અને લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
.