ગોધરાના યુવકે I LOVE MUHAMMAD લખાણવાળુ પોસ્ટર લઈ રીલ બનાવી
ગોધરાના યુવકે 'આઈ લવ મોહમ્મદ' પોસ્ટર સાથે વાયરલ રીલ બનાવી, યુપીમાં FIR ના વિરોધમાં મોકલ્યો મહત્વનો સંદેશ
ઉત્તર પ્રદેશના કાનપુરમાં 'આઈ લવ મોહમ્મદ' બોર્ડને લઈને થયેલા વિવાદે આખા દેશને હલાવી દીધો છે. આ વિવાદને લઈને ગોધરા શહેરના એક યુવકે અનોખી રીતે પ્રતિક્રિયા આપી છે. તેમણે 'આઈ લવ મોહમ્મદ' વાળું પોસ્ટર હાથમાં લઈને એક રીલ બનાવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ રીલ દ્વારા તેઓ ધાર્મિક સદ્ભાવ અને પ્રેમનો સંદેશ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના કાનપુરમાં 4 સપ્ટેમ્બરે ઈદ-મિલાદ-ઉન-નબીના પ્રસંગે 'આઈ લવ મોહમ્મદ' લખેલા બોર્ડ લગાવવાના કેસમાં 25થી વધુ લોકો સામે FIR નોંધાઈ છે.