ગોધરા LCB ની કડક કાર્યવાહી સોયાબીનની બોરીઓની આડમાં દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ બૂટલેગરને પાસા માં ધકેલ્યો
ગોધરા બાયપાસ પર LCB પોલીસની મોટી કામગીરી - કન્ટેનરમાં સોયાબીનની બારીઓની આડમાં છુપાવી લઈ જવાતો વિદેશી દારૂનો પર્દાફાશ કર્યો
વિદેશી દારૂની 9180 બોટલ સહિત 84 લાખ 50 હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો
ગુજરાતમાં દારૂબંધી કાયદાના કડક અમલ હેઠળ પોલીસ તંત્રની સતર્કતા વધી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ પર લીલેસરા ચોકડી પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે એક મોટી કામગીરી કરી છે. એક કન્ટેનરમાં મરચા અને સોયાબીનની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂની હજારો બોટલો પકડી પાડી છે. આ મુદ્દામાલની કિંમત લાખો રૂપિયામાં પહોંચી રહી છે.
પોલીસે કન્ટેનર સહિત કુલ મુદ્દામાલ જપ્ત કર્યું છે અને એક આરોપીને અટકાયતમાં લેવામાં આવ્યો છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે, LCB પોલીસની આ કામગીરીથી સ્થાનિક બુતલેગરો ભયનો માહોલ ફેલાયો છે.