ગોધરામાં કોંગ્રેસનો ગોવિંદગુરુ યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપ PG શરૂ થયા પહેલા ડોક્ટરેટ બનાવ્યા..
પંચમહાલ જિલ્લા કોંગ્રેસની પત્રકાર પરિષદ - યુનિવર્સિટીઓનું રેન્કિંગ ઘટયું, કોંગ્રેસનો સરકાર પર આકરા પ્રહાર
ગુજરાતની યુનિવર્સિટીઓના રેન્કિંગમાં થયેલા ઘટાડાને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આજે ગોધરામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં કોંગ્રેસે રાજ્ય સરકારની શિક્ષણ નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા
"આજે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ગુજરાતની યુનિવર્સિટીઓનું સ્થાન સતત ઘટી રહ્યું છે. આનું મુખ્ય કારણ રાજ્ય સરકારની નિષ્ફળ શિક્ષણ નીતિઓ અને શિક્ષણ ક્ષેત્રે બજેટનો અભાવ છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ગોવિંદગુરુ યુનિવર્સિટી ને ૧૦ વર્ષ થવા છતાં ડિપાર્ટમેન્ટ ચલાવવા માટેની યુનિવર્સિટી પાસે પૂરતી જગ્યા પણ નથી રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે પૂરતું ધ્યાન આપ્યું નથી. જેના કારણે રેન્કિંગમાં ગુજરાતની યુનિવર્સિટીઓ પાછળ રહી ગઈ છે.
ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં લાયબ્રેરી સાયન્સ વિષયમાં PG આ વર્ષે ચાલુ થયુ છે પરંતુ આ પહેલા ચાર થી પાંચ વિધાર્થીઓને ડોક્ટરેટની ડિગ્રી આપવામાં આવી છે તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા ડૉ .પાર્થિવરાજસિંહ દ્વારા કરવામા આવ્યો હતો