શહેરા તાલુકાના ઘરોલી ખુર્દ ગ્રામ પંચાયતના VCE સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગેરરીતિની ફરિયાદ નોંધાઈ લાભાર્થી દીઠ ૧ હજાર ઉઘરાવ્યાનો આક્ષેપ.

 શહેરા તાલુકામાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરા તાલુકાના ઘરોલી ખુર્દ ગ્રામ પંચાયતના VCE સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગેરરીતિની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. 




પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઘરોલી ખુર્દ ગ્રામ પંચાયતના VCE સહિત ત્રણ ઇસમો સામે આવાસ મંજૂર કરી આપવાના નામે ગેરરીતિ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે 



 પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઘરોલી ખુર્દ ગામમાં ગ્રામ પંચાયતના VCE અને અન્ય બે વ્યક્તિઓ સામે ગેરરીતિનો ગંભીર આરોપ લાગ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓએ આવાસ મંજૂર કરાવી આપવાના નામે ગ્રામજનો પાસેથી ગેરકાયદેસર રીતે નાણાંની ઉઘરાણી કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રત્યેક લાભાર્થી દીઠ 1000 રૂપિયા ઉઘરાણી કરવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે લાભાર્થીઓએ સગંદનામું રજૂ કરી તપાસની માંગ કરી છે આ ઘટનામાં સરકારી યોજનાઓના નામે ગ્રામજનો પાસેથી રકમ એકત્ર કરવામાં આવી હોવાનો આક્ષેપ છે, 


 શહેરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે, અને પોલીસે આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં સામેલ VCE અને અન્ય બે વ્યક્તિઓની શંકાસ્પદ પ્રવૃત્તિઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.