ગોધરા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી 23.33 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું...
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ
ગોધરાના પંડિત દિન દયાળ હોલ ખાતે શિક્ષણમંત્રી ડૉ.કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં 23.33 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ગુજરાત સરકાર દ્વારા 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન ચાલી રહેલા 'વિકાસ સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે, પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત 23.33 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, નગરપાલિકા પ્રમુખ જયેશભ ચૌહાણ કલેક્ટર આશિષ કુમાર સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા