મોરવા હડફ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કફોડી હાલત સર્વે કરી વળતર ચૂકવવા AAP ની માંગ..
મોરવા હડફ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કફોડી હાલત
માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો
આમ આદમી પાર્ટીએ નુકશાન થયેલ પાકનું સર્વે કરી વળતર ચૂકવવા કરી માંગ
ગુજરાતમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં ડાંગર, કપાસ અને અન્ય પાકો ખતમ થઈ ગયા છે. આ નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ આમ આદમી પાર્ટી એ કરી છે. આમ આદમી પાર્ટીએ તાલુકા મામલતદાર કચેરીએ પહોંચી ખેડૂતોનું દુઃખ વ્યક્ત કરી રજૂઆત કરી હતી તાલુકામાં કમોસમી વરસાદથી ઊભા પાકને ભારે નુકશાન થયું છે જેનાથી ખેડૂતોની કફોડી હાલત થઇ છે પાકના નુકશાનનું સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરવામા આવી છે