પંચમહાલ મોરવા હડફ APMC ચૂંટણીનું પરિણામ જાહેર ભાજપ પ્રેરિત પેનલનો સર્વત્ર વિજય...
મોરવા હડફ APMC ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા ભાજપનો સર્વત્ર વિજય થયો હતો
10 બેઠકો માટે 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાયો હતો જેમાં ભાજપ પ્રેરિત પેનલે વિજય મેળવ્યો હતો
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ APMCની ખેડૂત વિભાગની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. ભાજપના ઉમેદવારોએ 10માંથી બધી 10 બેઠકો પર જીત મેળવી છે. આ ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાઈ હતી અને 18 ઓક્ટોબરે પરિણામ જાહેર થયા છે. આ વિજયથી મોરવા હડફ વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
મોરવા હડફ APMCના માર્કેટ યાર્ડ ખાતે આજે વિજયોત્સવનો ધમાકેદાર માહોલ છે. ભાજપના 10માંથી બધા ઉમેદવારોએ મોટા માર્જિનથી જીત મેળવી છે. કુલ 18 માન્ય નામાંકનોમાંથી ભાજપના પેનલે સંપૂર્ણ સફળતા મેળવી છે. વિજેતાઓમાં APMC પ્રમુખ હરદીપ જાડવ, મોતીભાઈ, વિજય પટેલ, વિક્રમ ડિંડોર, દિનેશ માલીવાડ સહિતના ઉમેદવારો વિજયી બન્યા હતા