પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ અભિયાન હાથ ધરાશે પ્રવક્તા નિશાંત રાવલે પત્રકાર પરિષદ યોજી
પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરી વિરુદ્ધ સહી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું
કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી બુથ લેવલ પર જઈ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવશે
જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કારોબારીની અગત્યની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતન સિંહ પરમાર સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી