ગોધરા નગરપાલિકા સીમાંકનની રચના પશ્ચિમ વિસ્તારનો વોર્ડ ઓછો કરી ભેદભાવની નીતિ અપનાવાઇ ?
ગોધરા નગરપાલિકાના વોર્ડ સીમાંકનની રચના મુદ્દે કોંગ્રેસે નોધાવ્યો વિરોધ
સીમાંકનની રચનામાં ભેદભાવની નીતિ રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો
જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી
ગોધરા નગરપાલિકાના વોર્ડ વિસ્તારમાં તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા નવા સીમાંકનની રચના કરવામાં આવી છે જેને લઇને કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા કલેકટર ને રજૂઆત કરવામાં આવી છે અને સીમાંકનની રચના ને ભેદભાવની નીતિ રાખી સીમાંકન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પૂર્વ વિસ્તારમાં વોર્ડ નાના કરી દેવામાં આવ્યા છે અને પશ્ચિમ વિસ્તારના વોર્ડને મોટા કરી દેવામાં આવ્યા છે પશ્ચિમ વિસ્તારમાં એક વોર્ડ ઓછો કરી દેવામાં આવ્યો છે અને પૂર્વ વિસ્તારમાં એક વોર્ડનો વધારી દેવામાં આવ્યો છે આમ આ સીમાંકનથી પશ્ચિમ વિસ્તારના લોકોને અન્યાય થયેલ હોય જેથી વોર્ડના સીમાંકનની રચનાને રદ્દ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે સીમાંકન રચના રદ્દ કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે