ગોધરા ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૫ ની ઉજવણી કરાઈ
ગોધરા ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરાઇ
લાભાર્થીઓને કૃષિ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયુ
પંચમહાલ જિલ્લાના ગોધરાના છબનપુર ખાતે કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પ્રારંભમાં કૃષિ ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ખેડૂતોને "પ્રાકૃતિક ખેતી અને કૃષિના નવતર પ્રયોગો જેવા વિષયો અંગે માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાના અંદાજીત ૩૦ થી વધુ ખેડૂત લાભાર્થીઓને મંચ ઉપરથી મહાનુભાવોના હસ્તે કૃષિ વિભાગના વિવિધ ઘટકો અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, સાંસદ જશવંતસિંહ પરમાર, રાજપાલસિંહ જાદવ, જિલ્લાના ધારાસભ્યો સહિત અધિકારીઓ,પદાધિકારીઓ ખેડૂતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.