ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રી મંડળ પંચમહાલની દિવાળી ફિક્કી કેમ પડી? જૂથબંધી જવાબદાર ?

 ABC ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે  મિત્રો આજે આપણે વાત કરીશું નવા મંત્રી મંડળની રચના બાબતે એમાં ખાસ કરીને પંચમહાલની બાદબાકી કરવામાં આવી તે વિશે ચર્ચા કરીશું, 

મિત્રો,ગુજરાત રાજ્યમાં વિધાનસભાનું નવું મંત્રીમંડળ રચાઈ ગયું છે પરંતુ આ મંત્રી મંડળમાં પંચમહાલ જિલ્લાની રીતસરની બાદબાકી કરવામાં આવી છે 



 ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું નવું મંત્રીમંડળ રચાઈ  ગયું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં નવા મંત્રીઓએ શપથ લીધી છે. આ વિસ્તરણમાં કુલ 26 સભ્યોનો સમાવેશ થયો છે, જેમાં 19 નવા ચહેરાઓ અને 6 જૂના મંત્રીઓની પુનર્નિયુક્તિ કરવામાં આવી છે. આમાં ખાસ વાત એ કે, પંચમહાલ જિલ્લાના એક પણ ધારાસભ્યને આ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી, જે જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે.


ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રી મંડળની રચનામાંથી સંપૂર્ણ ભાજપ સમર્પિત એવા પંચમહાલ જિલ્લાની બા કાયદા બાદબાકી કરવામાં આવી છે કેટલાક મંત્રીપદ વાચ્છું ધારાસભ્યોની આતશબાજી કરવાની ઘેલછાઓનું, દિવાળી પર્વના તહેવારમાં સુરસુરિયું થઈ ગયું છે, તેવી ઉત્તેજનાસભર ચર્ચાઓએ જોર પકડ્યું છે, પંચમહાલ જિલ્લાના પ્રજાજનો તો ઉલ્લાસભેર દિવાળીની ઉજવણી તો કરશેજ, પરંતુ મંત્રીપદના હરખથી વંચિત રહી ગયેલા ધારાસભ્યોની દિવાળી ફિક્કી પડી ગઈ હોવાની રાજકીય ચર્ચાઓ તેજ બની છે,    સાથોસાથ ગુજરાતના નવા મંત્રીમંડળમાં પંચમહાલની બાદબાકી કરવામાં આવતા ધારાસભ્યોનો પ્રભાવ હવે ઓસરી રહ્યો હોવાની છાપ પ્રજા માણસના પટમાં દેખાય રહી છે,


એવું કહેવાય છે કે ગુજરાતમાં  જ્યારથી નવા મંત્રી મંડળના વિસ્તરણના સંકેતોની ચર્ચાઓ શરૂ થઈ હતી ત્યારથી, જિલ્લામાં અંદરોઅંદર ખેંચતાણ ચાલુ થઈ ગઈ હતી, ફલાણો ધારાસભ્ય મંત્રી ના બને માટે જૂથબંધીના  પ્રયાસો શરૂ થઈ ચૂક્યા હતા. તદ્દ ઉપરાંત મુખ્યમંત્રીના કાર્યાલય અને કમલમના દરબાર સુધી જે તે ધારાસભ્યોની કાર્ય દક્ષતાઓ અંગેના ગુપ્ત અહેવાલોના આધારે ગુજરાતના નવા મંત્રી મંડળના વિસ્તરણ માંથી, પંચમહાલની બાદબાકી કરીને ધારાસભ્યોને આત્મખોજનો સંદેશ પાઠવવામાં આવ્યો હોવાની ચર્ચાઓ  તેજ બની છે,


મંત્રી મંડળમાં ત્રણ મહિલા ધારાસભ્યોની પસંદગીથી મહિલા સશક્તિકરણને લગતી ચર્ચા થઈ રહી છે.આ વિસ્તરણમાં OBC, પાટીદાર અને આદિવાસી સમુદાયોનું સંતુલન જળવાઈ રાખ્યું છે, જેમાં OBCનેતાઓનો વધુ દબદબો જોવા મળે છે. પરંતુ પંચમહાલ જિલ્લાના ધારાસભ્યોને સ્થાન ન મળવાથી સ્થાનિક રાજકારણમાં અસંતોષની લહેર જોવા મળી રહી છે. આ વિસ્તારથી કોઈપણ ધારાસભ્યને મંત્રીપદ ન મળ્યું હોવાથી, કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી હોવાની ચર્ચા થઇ રહી છે. 


  નવા મંત્રીમંડળથી ગુજરાતના વિકાસને વેગ મળશે, પણ પંચમહાલ જેવા વિસ્તારોની અવગણના પર પણ નજર રાખવાની જરૂર છે. 


તમને આ સ્ટોરી કેવી લાગી તમારા વિચારી કોમેન્ટ બોક્ષમાં શેર કરી જણાવશો

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.