ગોધરા નો વીટ આર્ટિસ્ટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને રાહુલ ગાંધી સહિત ફિલ્મ હસ્તીઓને ચિત્રો ભેટ આપ્યા છે દુબઈમાં કરશે કલા પ્રદર્શન..
ગોધરાના વીટ આર્ટિસ્ટ અનવર મામજી દુબઈમાં કરશે કલા પ્રદર્શન
ગોધરા શહેરના પ્રખ્યાત વીટ આર્ટિસ્ટ અનવર મામજી છેલ્લા 30 વર્ષથી ઘઉંની સળીમાંથી નયનમય અને આબેહૂબ ચિત્રો તૈયાર કરી રહ્યા છે. તેમની અનોખી કલા દ્વારા તેમણે રાષ્ટ્રપતિ એ પી જે અબ્દુલકલામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, કપિલ શર્મા સહિતના અગ્રણી રાજનેતાઓ અને અભિનેતાઓના ચિત્રો બનાવી ભેટ આપી ચૂક્યા છે.
અનવરની કૃતિઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રશંસા મેળવી છે. તેમના આ અનોખા હુન્નરને કારણે તેમને અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
હાલમાં તેઓ દુબઈ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે સતત રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. આ પ્રસંગે તેઓ તાજમહલ, લાલકિલ્લા સહિત દેશની ઐતિહાસિક ઇમારતોના આકર્ષક ચિત્રો પ્રદર્શિત કરશે. અનવર માંમજીનો આ પ્રયાસ ગોધરા સહિત સમગ્ર દેશનું ગૌરવ વધારશે.