ગોધરાની સોસાયટીઓમાં ગંદકીનું સામ્રાજ્ય સ્મશાનયાત્રા કાદવ વચ્ચેથી કાઢવી પડી..
ગોધરાની શક્તિનગર અને ગુરુકૃપા સોસાયટીમાં પાણીના નિકાલના અભાવે ગંદકીનું સામ્રાજ્ય - સ્મશાન યાત્રા કાદવ કીચડ વચ્ચેથી પસાર કરવી પડી.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની શક્તિનગર અને ગુરુકૃપા સોસાયટીમાં પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ આજે એક પરિવાર માટે સ્મશાન યાત્રાનું દુઃખ વધારી ગયો. ગંદા પાણી અને કાદવથી ભરેલા રસ્તા વચ્ચેથી સ્મશાન યાત્રા કાઢવી પડી - આ સમસ્યા માત્ર એક ઘટના નથી, પરંતુ આખા વિસ્તારની દૈનિક ત્રાસદી છે. તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે
ખરેખર દિલ દ્રાવક ઘટના છે, આવી સ્થિતિમાં પણ સ્મશાન યાત્રા કાદવની વચ્ચેથી પસાર કરવી પડે જે નગરપાલિકાની નિષ્ફળતા દર્શાવે છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે શક્તિનગર સોસાયટીમાં અંતિમ યાત્રા કાઢવા માટે પરિવારજનોને ગંદા પાણી અને કાદવની વચ્ચેથી પસાર થવું પડ્યું. રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય છે - ડ્રેનેજ ની કોઈ વ્યવસ્થા નથી, વરસાદી પાણી મહિનાઓ સુધી એકઠું રહે છે, અને કચરો તેમાં ભળીને ઝેરી વાતાવરણ બનાવે છે. વર્ષો જૂનો પાણીનો આ પ્રશ્નનો વહેલી તકે નિકાલ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યાં છે