ગોધરામાં સફાઈ સહિતની પાયાની સુવિધા ન મળતા સ્થાનિકોમાં રોષ પાલિકા સામે હલ્લાબોલની ઉચ્ચારાઇ ચીમકી...
ગોધરા સ્ટેશન રોડ 6 નંબર ચોકી સામે સફાઈ ન થતા પાલિકા સામે લોકોમાં આક્રોશ
પાયાની સુવિધા ન મળતા નગરપાલિકા સામે હલ્લાબોલની ઉચ્ચારાઇ ચીમકી
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ના સ્ટેશન રોડ વિસ્તારમાં આજે ફરી એકવાર સ્થાનિક રહીશો માં આક્રોશ જોવા મળ્યો છે. શહેરની 6 નંબર પોલીસ ચોકીની સામેના વિસ્તારમાં સફાઈ અને મૂળભૂત સુવિધાઓની કથળતી હાલતને કારણે લોકોમાં તીવ્ર રોષ ફેલાયો છે. અહીંના રહેવાસીઓ કહે છે કે કચરાના ઢગલાઓ અને ગંદગીથી તેમનું રહેવુ મુસકિલ બની ગયું છે. એક વરસથી કોઈ કચરો લેવા આવતું નથી કે અન્ય કોઈ સુવિધા મળતી નથી
આ વિસ્તારમાં રહેતા પરિવારો અને વેપારીઓને ગંદગીથી મચ્છરો અને રોગોનો ભય સતાવે છે.
વેપારી અને રહેવાસીઓએ જણાવ્યું કે તેઓએ નગરપાલિકા અને સ્થાનિક પ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કોઈ નક્કર પગલાં નથી લેવાયા. જેને લય આ વિસ્તાર ના લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે